વડીયાની ભાગોળે આવેલા હેરડા ડુંગર પર મા ખોડિયારની પવિત્ર જગ્યામાં કથાકાર જીજ્ઞાબેન ગોંડલિયા અને કલાકાર પૂનમબેન ગોંડલિયાના પિતા ભરતદાસ બાપુ દ્વારા સેવાપૂજા કરવામાં આવી રહી છે. કુદરતી સૌંદર્યથી ભરપૂર આ ધાર્મિક જગ્યામાં પૂજારી ભરતદાસ બાપુ ગોંડલિયા પરિવાર દ્વારા હિન્દુ ધર્મના પવિત્ર ગણાતા અધિક માસમાં તા. ૨૯ થી ૩૧ જુલાઈના રોજ ભવ્ય ત્રિદિવસીય સત્સંગનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ખ્યાતનામ કથાકાર, સંતો અને વક્તાઓ પોતાની વાણીનો લાભ આપવાના છે. આ સત્સંગી વાણીનો લાભ લેવા જગ્યાના મહંત ભરતદાસબાપુ, કથાકાર જીજ્ઞાબેન ગોંડલિયા અને કલાકાર પૂનમબેન ગોંડલિયા અને હેરડા ડુંગર સેવક ગણ વતી પધારવા ભક્તજનોને આમંત્રણ આપવામાં આવ્યું છે.