વડિયાની ભાગોળે આવેલા અમરનગર ગામની સરકારી પ્રાથમિક કુમાર શાળામાં ત્રણ દિવસ પહેલા આવેલા એક બાળકના કોરોના પોઝિટિવ રિપોર્ટ બાદ અન્ય બાળકો અને શિક્ષકોના સેમ્પલ લેવાતા ફરી પાંચ બાળકો અને બે શિક્ષકો મળી કુલ નવા સાત કેસ નોંધાતા જાણે અમરનગરની સ્કૂલમાં કોરોના બ્લાસ્ટની સ્થિતિ સર્જાઈ છે. લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ આ બાળકના પરિવારના સભ્યોમાં પણ કોરોના સંક્રમણ ફેલાયાની ચર્ચા લોકોમાં જોવા મળી રહી છે. જોકે આરટીપીસીઆર રિપોર્ટ ત્રણ દિવસે આવતા બાળકો અને લોકોમાં સંક્રમણ વધી શકે છે. હાલ આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલને સેનેટાઇઝ કરી દરેકના સેમ્પલ લેવામાં આવ્યા હતા. કોરોના બાદ શાળા પણ એક સપ્તાહ માટે બંધ કરવાનો હુકમ કરવામાં આવ્યો છે. અમરેલી જિલ્લાની નજીક આવેલી શાળામાં જ સાત કોરોનાના કેસ મળતા જિલ્લાની શાળાઓ માટે આ લાલબત્તી સમાન છે