અમરેલી,તા.૩૧
વડીયા તાલુકા પીએસઆઈ કે.એલ. ગળચરે વડીયાના તોરી ગામે ગ્રામપંચાયત ઓફિસ ખાતે યુવાનો સાથે મુલાકાત કરી હતી. આ તકે ગામલોકોએ વિવિધ પ્રશ્ને પીએસઆઈ સાથે ચર્ચા કરી હતી. જેમાં ખેડૂતોને રાતવાસો કરવા દરમિયાન જંગલી જાનવરો, ભુંડ, રોઝ તેમજ રેઢિયાળ પશુઓ અને દીપડાઓના વધતા હુમલા અંગે રજૂઆતો કરી હતી. આ તકે બાલુભાઈ હીરપરા, અશોકભાઈ બોરડ, જયન્તીભાઈ વોરા, વિઠ્ઠલભાઈ વેકરીયા, રાણાભાઈ રાઠોડ, તોરી આઝાદ યુવક મંડળના પ્રમુખ વિનુભાઈ ડોડીયા વગેરેએ ઉપસ્થત રહી રજૂઆત કરી હતી. આ તકે પીએસઆઈ ગળચરે પણ યુવાનોને વિવિધ મુદ્દે માહિતી અને માર્ગદર્શન આપ્યું હતું.