વડીયા ગામના વિવિધ વિસ્તારોમાં હેન્ડ પંપ બંધ હાલતમાં હોવાથી ગ્રામજનોને પાણી માટે મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો ત્યારે આ બાબતે સરપંચ મનિષ ઢોલરીયા દ્વારા પાણી પુરવઠા બોર્ડને લેખીતમાં રજૂઆત કરવામાં આવી હતી જેથી પા.પુ.ની ટીમ દ્વારા હેન્ડપંપ રીપેરીંગ કરવામાં આવતા ગ્રામજનોને પાણીનો પ્રશ્ન દુર થયો હતો.