અમરેલી-વડીયાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયા દ્વારા પોતાના મત વિસ્તાર વડીયા કુંકાવાવ તાલુકાના લોકોના રેલવે વિભાગ, પોલીસ વિભાગ, આરોગ્ય વિભાગ, પીજીવીસીએલ વિભાગ, ફોરેસ્ટ વિભાગ, વાહનવ્યવહાર વિભાગ, માર્ગ-મકાન વિભાગ, આઇસીડીએસ વિભાગ, પ્રાંત અધિકારીની કચેરી, મામલતદાર કચેરી, તાલુકા પંચાયત કચેરી સાથે સંકળાયેલ લોકોના વણ ઉકેલ્યા પ્રશ્નો માટે ઉપરોક્ત તમામ અધિકારીઓની હાજરીમાં સાંભળીને તેમનું નિરાકરણ લાવવા માટે એક અનોખી પહેલ કરી સમગ્ર તાલુકાના લોકોના પ્રશ્નોનું નિરાકરણ લાવવા લોક દરબારનું આયોજન કરવામાં આવ્યુ છે. આ માટે નાયબ મુખ્ય દંડકના ગાંધીનગર કાર્યાલયથી અમરેલીના અધિક નિવાસી કલેક્ટરને ઉપરોક્ત વિભાગોના અધિકારીઓને તારીખ ૦૩/૦૮/૨૦૨૪ ને શનિવારના રોજ સવારે ૧૦:૦૦ કલાકે વડીયા મામલતદાર કચેરી ખાતે હાજર રાખવા લેખિત જાણ કરાઈ છે ત્યારે સમગ્ર તાલુકાના લોકોને સરકારી કચેરીઓના મુંઝવતા પ્રશ્નો કે ફરિયાદો હોય તેવા તમામ લોકોને ૩ ઓગસ્ટને શનિવારે સવારે ૧૦ કલાકે વડીયા મામલતદાર કચેરી ખાતે ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.