અમરેલી જિલ્લામાંથી પોલીસે ત્રણ જગ્યાએ દેશી દારૂ ઝડપ્યો હતો. વડીયામાં રહેતા સુનીલભાઈ અરવિંદભાઈ અધેરા (ઉ.વ.૨૮) તેમની માલિકીની વાડીએ દેશી દારૂનું વેચાણ કરતા હતા. રેઇડ દરમિયાન તેમની માલિકીની કબજા ભોગવટાવાળી વાડીમાં આવેલા પાલાના ઢગલા
પાસેથી પીવાનો ૧૦ લીટર દેશી દારૂ મળ્યો હતો. તોરી ગામેથી ૧૦ લીટર તથા અમરેલીમાં ફતેપુર રોડ હુકડોમાંથી મહિલાના રહેણાંક મકાનેથી ૫ લીટર મળી કુલ ૨૫ લીટર પીવાનો દેશી દારૂ મળ્યો હતો. અમરેલીમાં ફતેપુર રોડ નદી કાંઠેથી દેશી દારૂ બનાવવાનો ૧૬૦ લીટર આથો તથા વિવિધ સાધનો મળી કુલ ૪૫૦૦ રૂપિયાનો પ્રોહિબીશન મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જિલ્લામાં ચાર લોકો પાસેથી પાસ પરમીટ વગર કેફી પીણું પીધેલી હાલતમાં જાહેરમાં ફરતા મળી આવ્યા હતા.








































