વડીયા ગામના આંગણવાડી કેન્દ્રોમાં પોષણ માસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બાળકોના પોષણ અને સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં શરૂઆતના ૧૦૦ દિવસની માહિતી આપવામાં આવી, અન્નપ્રાશન યોજનાનો શુભારંભ કરવામાં આવ્યો છે. વડીયા-કુંકાવાવના CDPO ડિમ્પલબેન સાપડીયા સહિત હિનાબેન, પ્રીતિબેન અને સોનલબેન જેવા આંગણવાડી કાર્યકરો હાજર રહ્યા હતા. ઉપસ્થિત સગર્ભા સ્ત્રીઓ, ધાત્રી માતાઓ અને વાલીઓને પોષણ માસ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.