વડીયા તથા આસપાસના ગામડાઓમાં થોડી કલાકોના સમયાંતરે ભૂકંપના બે આંચકા આવતા લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. વહેલી સવારે પોણા સાત વાગ્યાના અરસામાં ભૂકંપનો પ્રથમ આંચકો અનુભવાયો હતો. જેના કારણે ભરનિંદ્રામાં સુતેલા લોકો ઘરની બહાર આવી ગયા હતા. ત્યાર બાદ અંદાજે સાડા નવેક વાગ્યે ભૂકંપનો બીજા આંચકો લોકોએ અનુભવ્યો હતો. ભૂકંપની તીવ્રતા ૩.૪ની નોંધાઇ હતી. વડીયા સહિત તાલુકાના બરવાળા બાવળ, બાંટવા દેવળી, દેવળકી, ભુખલી સાણથલી ગામે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ગોંડલથી રર કિલોમીટર દૂર નોંધાયું હતું. જાકે, ધરતીકંપ દરમિયાન વડીયા કે અન્ય કોઇ ગામોમાં નુકસાન થયાનું સામે આવ્યું નહોતું.