અમરેલી જિલ્લામાં ૭૯મા સ્વાતંત્ર્ય પર્વની વડીયા સ્થિત સુરગવાળા સાર્વજનિક હાયર સેકન્ડરી સ્કૂલના મેદાનમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ જિલ્લા કક્ષાના મુખ્ય કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર વિકલ્પ ભારદ્વાજે રાષ્ટ્રધ્વજ ફરકાવીને સલામી આપી હતી. કલેક્ટરે ખુલ્લી જીપમાં જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા પોલીસ વડા સાથે પરેડ કરી અને લોકજાગૃતિ માટે ઉભા કરાયેલા વિવિધ સ્ટોલનું નિરીક્ષણ કર્યું હતું. વડીયા અને કુંકાવાવ તાલુકાની વિવિધ શાળાઓના બાળકોએ દેશભક્તિના ગીતો પર રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરીને ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા. આ ઉપરાંત, વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર કર્મીઓ, રમતવીરો અને શહીદ પરિવારોનું સન્માન કરવામાં આવ્યું હતું.








































