વડીયા તાલુકામાં ૩૯ ગ્રામ પંચાયતોમાંથી બે ગ્રામ પંચાયતો બિનહરીફ જાહેર થઇ ગઇ છે. જ્યારે હવે ૩૭ ગ્રામ પંચાયતો માટે ૧૩૧ ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. વડીયાના ખાખરીયા અને અનિડા ગામો બિનહરીફ જાહેર કરાયા છે. ભાજપનો ગઢ ગણાતા વડીયામાં ત્રણ પેનલો મેદાનમાં આવતા ભાજપ, કોંગ્રેસ અને આપના નેતાઓ સક્રિય બનતા જાવા મળી રહ્યા છે. ત્રણ પેનલ સાથે અપક્ષ ઉમેદવારોની ટક્કર થવાની સંભાવના છે. ત્યારે હાલ અંતિમ દિવસે વડીયા ગ્રામ પંચાયત માટે ૬ સરપંચના ઉમેદવારો તથા ૧૪ વોર્ડ માટે ૪૮ ઉમેદવારોએ દાવેદારી નોંધાવી છે. હવે ભાજપના ગઢને વેરવિખેર કરવામાં અન્ય પાર્ટીઓ કેટલી સફળ થશે તે આવનારો સમય જ બતાવશે. વડીયા તાલુકાના મુખ્ય મથકમાં પણ રાજકીય માહોલ ગરમાયો છે.