વડીયામાં અ.જા. વિસ્તારમાં જીવાભાઇની દુકાનથી સ્મશાન સુધી સારા રસ્તા અને સ્ટ્રીટ લાઇટની સુવિધા કરી આપવા માટે વડીયા વિકાસ સમિતિના પ્રમુખ જુનેદભાઇ ડોડિયાએ સ્થાનિક ધારાસભ્ય અને વિધાનસભાના દંડક કૌશિકભાઇ વેકરીયાને પત્ર દ્વારા લેખિતમાં રજૂઆત કરી છે. તેમણે આ પત્રની નકલ જિલ્લા પંચાયતના સભ્ય વિપુલભાઇ, તાલુકા પંચાયતનાં સભ્ય રાધિકાબેન ગણાત્રા અને વડીયા ગ્રામ પંચાયતને મોકલાવી છે. તેમણે લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, અ.જા. વિસ્તારમાં સ્મશાન સુધી જવા એક જ રસ્તો છે અને તેની સ્થિતિ ખૂબ જ દયનીય અને ખરાબ છે. ચોમાસાની ઋતુમાં અંતિમયાત્રાને સ્મશાન સુધી પહોંચવામાં ખૂબ જ તકલીફ પડે છે. આથી ત્યાં વહેલાસર પાકો રસ્તો અને સ્ટ્રીટ લાઇટની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે.