વડીયામાં ગુજરાત સરકારના વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયાએ મુલાકાત કરી હતી. પ્રથમ વડીયા સ્વામિનારાયણ દિવ્યધામ મંદિરે દર્શન કરી સંતો મહંતો સાથે વાર્તાલાપ કરી આશીર્વાદ મેળવ્યા હતા બાદમાં વડીયા કંથડનાથ મહાદેવ મંદિર ખાતે મહાદેવજીના દર્શન કરી મહંત ભરતનાથ બાપુ સાથે વાતચીત કરી આશીર્વાદ મેળવ્યા હતા. બાદમાં વડીયા ગ્રામપંચાયત ખાતે પહોંચી સરપંચ સાથે કામગીરી અંગે ચર્ચાઓ કરી હતી બાદમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઇ વેકરીયા અને ભાજપ ટીમે પગપાળા ચાલીને વડીયા શહેરમાં વેપારીઓ અને મતદારોની શુભેચ્છા મુલાકાત લીધી હતી અને ડોર ટુ ડોર મુલાકાત લેતા લોકોમાં પણ હરખ જોવા મળ્યો હતો. જેમાં અમરેલી જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા વિપુલભાઈ રાંક, ભાજપ અગ્રણી જલ્પેશભાઈ મોવલીયા, તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, શૈલેષભાઈ ઠુંમર, તુષારભાઈ ગણાત્રા, વડીયા સરપંચ મનિષભાઇ ઢોલરીયા, ચેતનભાઈ દાફડા, છગનભાઇ ઢોલરીયા, પ્રતિકભાઈ હરખાણી સહિતના મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.