વડીયાથી પસાર થતી બ્રોડગેજ રેલવે લાઈનમાં વાવડી પાસે વેરાવળ-બાંદ્રા ટ્રેન રાત્રીના સમયે પસાર થતી હતી ત્યારે છ માસ આસપાસનું એક સિંહબાળ ટ્રેન સાથે અથડાતા ઘાયલ થયું હતું. આ સમયે ટ્રેન ચાલકના ધ્યાને આવતા ટ્રેન રોકવામાં આવી હતી અને સિંહબાળને બચાવવાં પ્રયત્ન થયા હતા. આ સિંહબાળ ઘાયલ થયાના સમાચાર વન વિભાગને મળતા વડીયા વિસ્તારના વનકર્મીઓ હાર્દિક રાખોલીયા અને જયેશ સીસારા દ્વારા અધિકારીઓને જાણ કરી હતી. આથી તેઓ પણ દોડી આવ્યા હતા અને આ સિંહબાળને સારવાર માટે એનિમલ કેર સેન્ટરમાં ખસેડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.










































