ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને અમરેલી-કુંકાવાવ-વડીયાના ધારાસભ્ય કૌશિકભાઈ વેકરીયાએ લોકલ ફોર વોકલના મંત્રને સાર્થક કરવા જિલ્લા પંચાયત શાસક પક્ષના નેતા વિપુલભાઈ રાંક, તાલુકા પંચાયત પ્રમુખ પરસોતમભાઈ હિરપરા, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઈ ઠુંમર, તાલુકા પંચાયત કારોબારી ચેરમેન તુષારભાઈ ગણાત્રા, તુષારભાઈ વેગડ, અનિરુદ્ધભાઈ બોરીચા તેમજ તેમની સમગ્ર ટીમ સાથે આજે વડીયા ખાતે સ્થાનિક વેપારીઓને મળીને સ્વદેશી ઉત્પાદનોની વસ્તુઓની ખરીદી કરી અને બધા વેપારી તેમજ ગ્રામજનોને દિવાળી અને નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી.