સમગ્ર દેશ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી કરે છે ત્યારે વડીયા કોંગ્રેસ પરિવાર દ્વારા વિપક્ષી નેતા પરેશભાઈ ધાનાણીના કાર્યાલયે સરદાર પટેલની જન્મજયંતી તેમજ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે હારારોપણ તેમજ પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ તકે ધમેન્દ્રભાઈ પાનસુરીયા, દિલીપભાઈ શીંગાળા, શ્યામ સોલંકી, જુનેદ ડોડીયા, બાલાભાઈ, રાજુભાઈ ધામેચા, જયરાજભાઈ વઘાસીયા સહિત કોંગી આગેવાનો અને કોંગી કાર્યકર્તાઓ જાડાયા હતા.