વડીયામાં મોહરમ નિમિત્તે નીકળેલા તાજીયાના જુલૂસમાં હિન્દુ-મુસ્લિમ એકતાના દૃશ્યો જોવા મળ્યા હતા. મોહરમ પર્વ માટે વડીયાના મુસ્લિમો દ્વારા છેલ્લા એક મહિનાથી તાજીયાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી. રવિવારે તાજીયા ગાયત્રી ચોક ખાતે આવેલી મસ્જિદથી નીકળ્યા હતા. ગાંધીચોક રામજી મંદિર પાસે બ્રહ્મસમાજના યુવાનો રજની તેરૈયા અને વિશાલભાઈ જોષી દ્વારા તમામ મુસ્લિમ બિરાદરોને આઈસ્ક્રીમનું વિતરણ કરાયું હતું.




































