વડીયામાં મામલતદાર દ્વારા ગામમાંથી પસાર થતા ખનીજ ભરેલા ડમ્પરને રોકાવીને તપાસ કરતા તેમાં રેતી ભરેલી હોવાથી તે અંગેની રોયલ્ટી પાસ અને પરમીટની માંગણી કરવામાં આવી હતી. આ પરમીટ ડમ્પર ચાલક પાસે ના હોવાથી તેમની સામે બિનઅધિકૃત ખનીજના વહન બાબતે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ડમ્પરમાં ભરેલી કુલ ૨૭.૫ ટન રેતીની કિંમત રૂ. ૨૪૭૫૦, જયારે ડમ્પરની કિંમત રૂ. ૭ લાખ ગણીને કુલ ૭,૨૪,૭૫૦/- રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો. આ ડમ્પરને વડીયા પોલીસના હવાલે કરવામાં આવ્યુ હતું. આ કાર્યવાહીમાં વડીયાના ઇન્ચાર્જ મામલતદાર કેજરભાઈ સિંધી અને ઇન્ચાર્જ પુરવઠા મામલતદાર કુલદીપસિંહ સિંધવ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી.