વડીયા સુરવો નદીના કિનારે આવેલ શ્રી બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસના સોમવાર નિમિત્તે શિવલિંગ ઉપર અદ્ભુત શણગાર કરવામાં આવ્યો હતો. શિવ ભક્તો દ્વારા અહીં બિરાજમાન પૌરાણિક બિલેશ્વર મહાદેવ મંદિર ખાતે શિવલિંગ પર દૂધ, બિલીપત્ર સાથે અભિષેક કરવામાં આવ્યો હતો. શ્રાવણ માસ દરમિયાન અહીં મહિલાઓ અને ભક્તો દ્વારા જળાભિષેક સાથે ધૂન ભજન કીર્તન કરવામાં આવી રહ્યું છે.









































