વડીયા ગ્રામ પંચાયત ખાતે પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડના અધ્યક્ષ સ્થાને શ્રમયોગી ઈ-શ્રમ કાર્ડ કાઢવાનો કેમ્પ યોજાયો હતો. આ તકે બાવકુભાઈ ઉંધાડે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારની અસંગઠિત ક્ષેત્રના શ્રમિકો માટેની આ કલ્યાણકારી યોજનાથી શ્રમિકોને અનેક લાભ મળશે. આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી બાવકુભાઈ ઉંધાડ, જિલ્લા પંચાયત સદસ્ય વિપુલભાઈ રાંક, જયસુખભાઈ ભુવા, ઉપસરપંચ છગનભાઈ ઢોલરીયા, શૈલેષભાઈ ઠુંમર, તુષારભાઈ ગણાત્રા, અશ્વિનભાઈ મહેતા તથા મોટી સંખ્યામાં શ્રમિક લાભાર્થીઓ
તથા ગામલોકો ઉપસ્થિત
રહ્યા હતા.