વડીયા પંથકમાં નીલગાય, ભૂંડ જેવા વન્ય પ્રાણીઓ ખેતરોમાં ઘૂસી જઇ પાકને નુકસાન કરતા હોવાની અવારનવાર ફરિયાદો ઉઠવા પામેલ છે. સરકાર દ્વારા આ અંગે વારંવાર રજૂઆતો છતાં કોઇ ઉકેલ લાવવામાં આવતો નથી ત્યારે વડીયાના કિસાન ક્રાંતિ ટ્રસ્ટ દ્વારા મામલતદારને આવેદનપત્ર પાઠવી ખેતરોમાં પાકને નુકસાન કરતા આવા પ્રાણીઓને બહાર કાઢવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.