અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડીયા તાલુકાના સ્થાનિક આગેવાનોએ પશુ દવાખાનું બનાવવા માટે ઘણા લાંબા સમયથી કરેલ રજૂઆતના પગલે રાજયસરકાર દ્વારા વડીયામાં અદ્યતન પશુ દવાખાનું બનાવવા માટે બરવાળા બાવળ રોડ પર આઈટીઆઈની સામે જગ્યાની ફાળવણી કરવામાં આવી છે. આ જગ્યા પર પશુધન નિરીક્ષક અને સ્થાનિક તથા રાજકીય આગેવાનોને સાથે રાખીને અત્રેના ધારાસભ્ય અને વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ જગ્યાનું નિરીક્ષણ કર્યું હતું અને આગળની કાર્યવાહી કરવા સૂચના આપી હતી.