વડીયામાં ડો. બાબાસાહેબ આંબેડકરની ૧૩૪મી જન્મ જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરમાં આવેલ ડો. બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યૂને પ્રથમ ફુલહારથી શણગારવામાં આવ્યું હતું, ત્યારબાદ શહેરમાં વિશાળ શોભાયાત્રા નીકળી હતી. વડીયાની મુખ્ય બજારમાં ડીજેના તાલે શોભાયાત્રા યોજાઈ હતી. ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે વડીયા પોલીસ સ્ટેશન અને મામલતદાર કચેરી તેમજ ગ્રામ પંચાયત ખાતે પણ પ્રતિમાને હારતોરા કરવામાં આવ્યા હતા. વડીયા આંબેડકર હોલથી શરૂ થયેલી શોભાયાત્રા મુખ્ય બજારમાં ફરી ગાંધી ચોક સુધી પહોંચી હતી, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને આગેવાનો સહિત અનેક લોકો જોડાયા હતા.










































