અમરેલી જીલ્લામાં આવેલ વડીયા -કુંકાવવા તાલુકા વિસ્તારમાં આવેલી ૧૦૭ આંગણવાડીઓમાં ટીએચઆર ઉત્પાદન કેન્દ્ર દ્વારા પોષણ આહાર વિતરણ થાય છે. ત્યારે ડેપ્યુટી કલેકટર, પ્રાંત અધિકારી, ટીડીઓ, મામલતદાર, તોલમાપ અધિકારી, ફૂડ સેફટી ઈન્સપેકટર, પુરવઠા સહિતના અધિકારીઓની સંયુકત ટીમ દ્વારા ચેકીંગ હાથ ધરી આ ટીએચઆર કેન્દ્રની તપાસ હાથ ધરવામાં આવી હતી. ચેકીંગમાં ઉત્પાદન તારીખમાં તફાવત, મશીનમાં કલીનિંગ, પેસ્ટ કન્ટ્રોલ કે મેડિકલ સર્ટી, વેસ્ટ પ્રોડકટનો નિકાલ નહીં કરવા જેવી ક્ષતીઓ જણાઈ હતી. આ ઉપરાંત માતૃશક્તિ, પૂર્ણાશક્તિ, બાલશક્તિ અને કપાસિયા તેલના સેમ્પલ લેવાયા હતા અને કુલ ૧રર૭ પેકેટોને ફૂડ ઈન્સ. દ્વારા લેબમાં મોકલવા સીઝ કરવામાં આવ્યા હતા.