વડીયામાં ગ્રામ પંચાયતના વોર્ડ નં. ૯ના સદસ્ય જુનેદભાઇ ડોડિયાએ તલાટી કમ મંત્રીને પત્ર લખીને ગામમાં પાણીજન્ય રોગચાળો અટકાવવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું છે કે, વડીયામાં તાવ, ઝાડા-ઉલ્ટીના કેસમાં રોજિંદો વધારો થઇ રહ્યો છે, જેનો બાળકોથી લઇને મોટા લોકો ભોગ બની રહ્યા છે. આથી ગ્રામ પંચાયત દ્વારા વિતરણ કરાતા પાણીના કૂવામાં અને ગામના દરેક ઘરના ટાંકામાં દવાનો છંટકાવ કરવામાં આવે તો આ રોગચાળો નિયંત્રણમાં આવી શકે છે.







































