વડીયામાં ગટર સાફ કરવા મુદ્દે પડોશીમાં બબાલ થતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. બનાવ સંદર્ભે વિપુલભાઈ ઉકાભાઈ રાદડીયા (ઉ.વ.૪૨)એ જયેન્દ્રભાઇ કિશોરભાઇ બસીયા, ભુપેન્દ્રભાઇ ઉર્ફે ભોપી કિશોરભાઇ ભીમભાઇ બસીયા, હીરેનભાઇ ઉર્ફે કાનો રઘુભાઇ બસીયા તથા વિક્રમભાઇ જેઠસુરભાઇ મોડા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તેમજ આરોપીઓ પાડોશી હોય અને બૈરા વચ્ચે પાણીની ગટર સાફ કરવા બાબતે મનદુઃખ થતા બંને વચ્ચે માથાકૂટ થઈ હતી. આરોપીઓએ તેને ગાળો આપી સાહેદને છુટો ઇંટના બટકાનો ઘા કરી બડીયા વતી મુંઢમાર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.એન. ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.