અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા એવા વડીયા ગામમાં ૧પ વર્ષ પહેલા કોલેજની સુવિધા ઝુંટવાઈ ગઈ હોવાથી વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે ર૦ કિ.મી. દૂર અભ્યાસ માટે મજબૂર બન્યા છે. વર્ષો પહેલા વડીયા ગામે સરકાર માન્ય કોલેજ કાર્યરત હતી પરંતુ આ કોલેજની માન્યતા રદ થયા બાદ હજુ સુધી વડીયા શહેરને કોલેજની સુવિધા મળી નથી. વડીયા સહિત આજુબાજુના ગામડાના ૩૦૦ જેટલા વિદ્યાર્થીઓ ધો.૧ર પાસ થયા પછી કોલેજનું શિક્ષણ મેળવવા માટે અન્ય શહેરોમાં જવા માટે મજબૂર બન્યા છે. વડીયામાં સરકારી કોલેજ ફાળવવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોલેજની કોઈ સુવિધા મળી ન હોવાથી વડીયાને કોલેજ ફાળવવામાં આવે તેવી કોંગી યુવા અગ્રણી જુનેદ ડોડીયાએ મુખ્યમંત્રી, શિક્ષણમંત્રી અને વિપક્ષ નેતાને રજૂઆત કરી છે.