વડીયાની સરદાર પટેલ વિદ્યાલયના બાલમંદિરથી ધોરણ ૮ સુધીના ૧૨૦ વિદ્યાર્થીઓએ રંગોત્સવ સેલિબ્રેશન મુંબઈ દ્વારા સપ્ટેમ્બરમાં આયોજિત અલગ અલગ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાંથી ૪૦ વિદ્યાર્થીઓએ ગોલ્ડ, સિલ્વર, બ્રોન્ઝ મેડલ, ટ્રોફી, અવનવી ગીફ્ટ અને દરેકે સર્ટીફીકેટ મેળવતા શાળા પરિવાર વતી અભિનંદન આપવામાં આવ્યા હતા. આ તમામ વિદ્યાર્થીઓ ઈન્ટરનેશનલ કક્ષાએ ભાગ લેવા માટે પસંદગી પામ્યા છે. દરેક શિક્ષકે પણ ભાગ લીધો હતો અને સર્ટીફીકેટ અને ઈનામ મેળવ્યા હતા. આ સ્પર્ધા માટે રીમાબેન પંડ્યા, રીચાબેન પંડ્યા, રશ્મિબેન રાખોલીયા, મોનાબેન ઉનડકટ, અમિષાબેન ડોબરિયાએ જહેમત ઉઠાવી હતી