વડીયામાં આવેલી વિનાયક વિદ્યા મંદિરમાં બાય-બાય નવરાત્રિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. વડીયા તેમજ આજુબાજુની તમામ ઉત્સવપ્રેમી જનતા દ્વારા આયોજીત આ મહોત્સવમાં ડી.જે.ના સથવારે આયોજન કરવામાં આવ્યુ હતુ. શિક્ષણની સાથે ધાર્મિક તેમજ સાંસ્કૃતિક મહત્વ વધે તે માટે થયેલા આ આયોજનમાં શાળા પરિવાર સહિત વિદ્યાર્થીઓ બહોળી સંખ્યામાં જાડાયા હતા તેમ શાળા સંચાલક ઈન્દ્રરાજસિંહ સિંધવે જણાવ્યું હતુ.