વડીયાની યુવતીના લગ્ન ગોંડલ મુકામે થયા હતા. લગ્નના થોડા દિવસ બાદ જ સાસરિયાઓએ પોત પ્રકાશ્યુ હતું અને પરિણીતાને માર મારવામાં આવતા પરિણીતાએ પોતાના પિયર વડીયા ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વડીયામાં રહેતી એક યુવતી લગ્ન બાદ ગોંડલ સ્થાયી થઈ હતી. પતિએ ઢીકાપાટુ તેમજ સસરાએ લાફો માર્યો હતો. બનાવ સંદર્ભે ખુશાલીબેન કલ્પેશભાઈ પંડ્‌યા (ઉ.વ.૨૨)એ ગોંડલમાં રહેતા પતિ ધ્રુવભાઈ અભયભાઈ યાજ્ઞીક, સસરા અભયભાઈ ઈશ્વરલાલ યાજ્ઞીક, મનીષાબેન અભયભાઈ યાજ્ઞીક તથા પલકબેન અભયભાઈ યાજ્ઞીક સામે ફરિયાદ
નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, પતિ તેમને અવારનવાર ઢીકાપાટુનો મુંઢમાર મારતા હતા. જ્યારે સસરાએ લાફો માર્યો હતો, તેમજ અન્ય આરોપી અવારનવાર ગાળો બોલી મેણા-ટોણા મારતા હતા. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એમ.એન. ગઢવી વધુ તપાસ કરી રહ્યા છે.