રાજય સરકારે બિલ્ડીંગ માટે રૂ.૮૩.૭૬ લાખ ફાળવતા ધારાસભ્ય કૌશિક વેકરીયાના હસ્તે
વડિયામાં આવેલી મોંઘીબા પે સેન્ટર શાળાના અધ્યતન બિલ્ડીંગ બનાવવા માટે રાજ્ય સરકાર દ્વારા ૮૩.૭૬ લાખ જેવી માતબર રકમની જોગવાઈ કરવામાં આવતા આ અધ્યતન બિલ્ડીંગની કામગીરી કરવા શરુ કરવા અમરેલી વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયાના હસ્તે ખાતમુર્હત કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત સદસ્ય વિપુલ રાંક,તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલ અંટાળા, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષ ઠુંમર,ભાજપ અગ્રણી છગન ઢોલરીયા, તુષાર ગણાત્રા, તુષાર વેગડ, ચેતન દાફડા સહીતના સ્થાનિક આગેવાનો તથા મોંઘીબા પે સેન્ટર શાળા પરિવારના કર્મચારીઓ, વિદ્યાર્થીઓ અને સ્થાનિક વાલીઓ જોડાયા હતા. આ નૂતન બિલ્ડીંગ નિર્માણ પામતા વડિયાના સરકારી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા બાળકોને અધ્યતન સુવિધાઓ સાથેનુ બિલ્ડીંગ પ્રાપ્ત થશે સાથે ટેક્નોલોજી યુક્ત શિક્ષણ અમલમાં આવતા શિક્ષણની ગુણવતા પણ સુધરશે.