વડીયાની ગોવર્ધન ગૌશાળા દ્વારા માતા કે પિતાની છત્રછાયા ગુમાવી હોય તેવી સર્વ જ્ઞાતિની દીકરીઓના સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તા. ૧૭/૦૪/૨૦૨૧ ને રવિવારના રોજ શુભમુહૂર્તમાં ગોવર્ધન ગૌશાળાના મિત્ર મંડળ દ્વારા સમૂહ લગ્નોત્સવ યોજાશે. લગ્નનો તમામ ખર્ચ ગોવર્ધન ગૌશાળા ટ્રસ્ટ અને દાતા ભોગવશે. જયારે દીકરીઓના પરિવારને કોઈ પણ ખર્ચ ભોગવવાનો નથી. આ સમૂહ લગ્નમાં માતા કે પિતાની છત્રછાયા ગુમાવી હોય તેવી દીકરીઓ આ સમૂહલગ્નમાં જોડાવા માંગતી હોય તો તેમણે વહેલા તે પહેલાના ધોરણે ૧૧ દીકરીઓની પસંદગી કરવાની હોય તેથી મનીષભાઈ ઢોલરીયાનો મો.નં. ૯૭૨૪૧ ૩૧૨૧૨ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે. આ સમૂહલગ્નમાં મદદરૂપ થવા માટે ગોવર્ધન ગૌશાળા મિત્ર મંડળ દ્વારા ગૌશાળાના બેન્ક એકાઉન્ટમાં સીધી દાનરૂપી મદદ કરવા અને દાતાઓને દીકરીઓના કરિયાવર માટે વસ્તુઓનું દાન આપવા માટે આગળ આવવા અપીલ કરવામાં આવી છે.