વડીયાના સૂર્યપ્રતાપગઢ ગામની પરિણીતા લગ્ન બાદ રાજકોટ સાસરે રહેતી હતી. લગ્નના થોડા મહિનામાં જ સાસરિયાએ સિતમ ગુજારવાનું શરૂ કર્યુ હતું. જેને લઈ પિયર પરત ફરીને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આરતીબેન ભક્તિરામભાઈ કાપડી (ઉ.વ.૨૫)એ રાજકોટમાં રહેતા પતિ મીતેશભાઈ મહેશભાઈ દેસાણી, રેખાબેન મહેશભાઈ દેસાણી, મહેશભાઈ વિષ્ણુભાઈ દેસાણી, હીતેશભાઈ મહેશભાઈ દેસાણી, મીતલબેન હીતેશભાઈ દેસાણી સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, પતિએ અવારનવાર ત્રાસ આપીને લાફા માર્યા હતા. જ્યારે અન્ય આરોપીઓએ મેણાટોણા મારી, શરીરે મુંઢમાર માર્યો હતો અને ફડાકા ઝીંકીને જાનથી મારવાની ધમકી આપી હતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.પી. ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.