વડિયા વિસ્તારની જીવાદોરી સમાન સુરવો ડેમ હાલમાં મોટા જથ્થામાં પાણી ભરેલું હોવા છતાં ખાલી કરવામાં આવી રહ્યો છે. ગત વર્ષે મંજૂર થયેલા ડેમ રિપેરિંગના અધૂરા કામને પૂર્ણ કરવા માટે વિભાગની સૂચના મુજબ એક દરવાજો ખોલીને પાણી નદીમાં વહેવડાવાઈ રહ્યું છે. હાલ આ પાણીથી ખેડૂતોને ચોક્કસ ફાયદો થઈ રહ્યો છે, પરંતુ ઉનાળાના અંતમાં ડેમ ખાલી થઈ જવાથી ભૂગર્ભ જળસ્તર નીચા જવાની પૂરી શક્યતા છે. આના કારણે ખેતીના પાકને છેલ્લા પાણીમાં ભારે મુશ્કેલી પડી શકે છે. ઉપરાંત, વડિયાને પીવાનું પાણી પૂરું પાડતા કુવાના તળ પણ નીચા જતાં સ્થાનિક સ્તરે પીવાના અને ઘરવપરાશના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. જોકે ડેમનું રિપેરિંગ કામ ઝડપથી પૂરું કરીને ‘સૌની યોજના’ દ્વારા પાણી ભરી શકાય તેમ છે, પરંતુ
આભાર – નિહારીકા રવિયા ઉપરવાસમાં અન્ય ચેકડેમના કામ ચાલુ હોવાથી હાલ તે પાણી પણ છોડી શકાય તેમ નથી. આમ, જો તંત્ર દ્વારા લોકહિતમાં આગોતરું આયોજન કરવામાં નહીં આવે, તો મે મહિનાના મધ્ય ભાગ પછી વડિયામાં ટેન્કર રાજ અને પાણી માટે આકરા સંઘર્ષની સ્થિતિ સર્જાઈ શકે છે.