સરદાર પટેલ વિદ્યાલયમાં ૭૭મા પ્રજાસત્તાક પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે બેંક ઓફ ઇન્ડિયાના મેનેજર દેવદાસ કુમારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ટ્રસ્ટી કાન્તાબેન ગણાત્રા, શીતલબેન ગણાત્રા અને ભૂપેન્દ્રભાઈ કલ્યાણી દ્વારા દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટી મિતુલભાઈ ગણાત્રાએ અતિથિ વિશેષનું પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું. શાળાના પ્લે-હાઉસથી ધોરણ ૮ ના ભૂલકાઓએ દેશભક્તિ ડાન્સ, સ્ત્રી શક્તિ, દીકરીનું મહત્વ અને અમદાવાદ પ્લેન ક્રેશ જેવી હૃદયસ્પર્શી કૃતિઓ રજૂ કરી પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ સફળ આયોજન પાછળ HOD હેતલબેન સાદરાણીના માર્ગદર્શન હેઠળ અશ્વિનભાઈ હિરાણી, હરેશભાઈ તળાવીયા અને સમગ્ર શિક્ષક સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.