વડીયાના સનાળી ગામે એક યુવકને તને બહુ હવા છે, અહીં માલઢોર ચરાવતો નહીં કહીને ફટકારવામાં આવ્યો હતો તેમજ ગાળો બોલીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ સંદર્ભે દેવજીભાઈ અરજણભાઈ સુસરા (ઉ.વ.૩૭)એ તેમના જ ગામના ઓઘડભાઇ કાબાભાઇ બાંભવા, અલ્પેશભાઇ થોભણભાઇ બાંભવા, લાલજીભાઇ ભીખાભાઇ બાંભવા તથા સવજીભાઇ કાબાભાઇ બાંભવા સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસમાં જાહેર થયેલી વિગત પ્રમાણે, તેઓ તેમના માલઢોરના વાડા પાસે જતા હતા. તે દરમિયાન રસ્તામાં ઓઘડભાઈ બાંભવાએ ઉભા રાખી તને બહુ હવા છે અહીં માલઢોર ચરાવતો નહી તેમ કહી લોખંડના પાઇપથી ફટકાર્યો હતો. અન્ય આરોપીએ લોખંડની કુંડલી વાળી લાકડી તથા કુહાડીથી શરીરે આડેધડ મુંઢમાર મારતા હતા આ દરમિયાન સાહેદ તેજલબેન તેમને બચાવવા વચ્ચે આવતા ચારેય આરોપીએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.પી. ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.