વડીયાના વિનાયક વિદ્યા મંદિરમાં શિક્ષણવિદ ગીજુભાઈ બધેકાના ૧૩૭માં જન્મદિવસને બાળવાર્તા દિન તરીકે ઉજવાયો હતો. જેમાં ઈન્દ્રરાજ સિંધવ દ્વારા ગીજુભાઈ બધેકાનું ગુજરાતી સાહિત્યમાં અને બાળવાર્તામાં પ્રદાન બાબતે ગોષ્ઠી કરવામાં આવી હતી.