વડીયાના મોટી કુંકાવાવ ગામેથી બાઈકની ઉઠાંતરી થઈ હતી. રોહીતભાઈ ગેલાભાઈ પરમાર (ઉ.વ.૩૨)એ અજાણ્યા ઈસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, મોટી કુંકાવાવ ગામે બસ સ્ટેશનમાં આવેલી ચા-માવાની દુકાન પાસેથી તેમના સ્પેલન્ડરની અજાણ્યો ચોર ઇસમ ચોરી કરી લઇ ગયો હતો. પોલીસ ચોપડે તેની કિંમત ૧૫,૦૦૦ જાહેર થઈ હતી.