વડીયા તાલુકાના મોટા ઉજળા ગામે આંગણવાડી કેન્દ્ર ખાતે બાલદિવસ અને બાળકોના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે બાળકોને સ્વાદિષ્ટ બાળભોગનું વિતરણ કરવામાં આવ્યું હતું, સાથે જ ઉપસ્થિત વાલીઓને પોષણ આહારના મહત્વ વિશે માહિતી આપવામાં આવી હતી. આંગણવાડી સુપરવાઈઝર, આંગણવાડી વર્કર અને હેલ્પર બહેનોએ સુંદર રંગોળી બનાવી હતી. આ ઉજવણીમાં બાળકો અને તેમના વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકો માટે આંગણવાડી પરિવાર દ્વારા બાળદિવસની ઉજવણી એક યાદગાર સંભારણું બની ગયુ હતું.