અમરેલી જિલ્લામાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. વડીયાના મોટા ઉજળા ગામે છોટા હાથીએ બાઇકને ટક્કર મારી હતી. બનાવ અંગે વડીયાના મોટી કુંકાવાવમાં રહેતા રતિલભાઈ છગનભાઈ ચૌહાણ (ઉ.વ.૨૫)એ છોટા હાથી નંબર જીજે-૦૩-એવી-૯૦૬૨ના ચાલક સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, ફરી. તથા સાહેદ આકાશભાઇ રમેશભાઇ ચૌહાણ બન્ને પગે ચાલીને જતા હોય, ત્યારે પાછળથી છોટા હાથી વાહન રજી. નં.ય્ત્ન-૦૩-છફ-૯૦૬૨ના ચાલકે પોતાના હવાલાવાળુ વાહન પુરઝડપે અને બેફીકરાઇ ભરી રીતે ચલાવી તેમને તથા સાહેદને પાછળથી ઠોકર મારી હતી. જેમાં બન્નેને શરીરે નાની-મોટી ગંભીર ઇજાઓ થઈ હતી. અકસ્માત સર્જી ચાલક પોતાનું વાહન મૂકી નાસી ગયો હતો. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ પી.ડી. કલસરીયા વધુ તપાસ કરી રહ્યા છે.










































