વડીયાના બાંટવા દેવળી ગામના અને હાલ જેતપુર રહેતા વેપારીએ કૂવામાં પડી જઈ આપઘાત કર્યો હતો. બનાવ અંગે અશ્વિનભાઈ ઉર્ફે પિન્ટુભાઈ મનસુખભાઈ ડોબરીયા (ઉ.વ.૩૨)એ બાંટવા દેવળી ગામના ચારણીયા ગામના માર્ગે કૂવામાં પડી જઇ ડૂબી જઇ આપઘાત કર્યો હતો.
વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.એલ. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે. રાજુલાના વિકટરમાં રહેતી એક પરિણીતા વારંવાર બીમાર પડતી હોવાથી કંટાળીને તેણે ઝેરી પાવડર પીધો હતો.