વડીયાના પૂર્વ સરપંચ અને ભાજપના અગ્રણી છગનભાઇ ઢોલરીયાનું દુઃખદ નિધન થયું છે. વહેલી સવારે છાતીમાં દુઃખાવાની ફરિયાદ બાદ તેમને તાત્કાલિક વડીયાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે જેતપુર રીફર કરાયા, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ તેમનું નિધન થયું હતું. તેમના પાર્થિવ દેહને પીએમ માટે વડીયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર લાવવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં રાજકીય આગેવાનો, સગાંવહાલાં અને ગ્રામજનો દોડી આવ્યા હતા. અમરેલી જિલ્લા ભાજપમાં અનેક હોદ્દાઓ પર સક્રિય રહેલા છગનભાઇના નિધનથી વડીયા પંથકમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.










































