અમરેલી જિલ્લાના છેવાડાના તાલુકા મથક એવા વડીયા મામલતદાર કચેરીમાં પુરવઠા મામલતદાર દ્વારા ગ્રામીણ વિસ્તારના લોકોને રેશનકાર્ડમાં નામ સુધારા અને અન્ય બાબતોમાં હેરાનગતિ કરવામાં આવતી હોવાથી હવે પદાધિકારીઓ આવા અધિકારીઓની સામે પડયા છે. જેમાં વડીયા તાલુકા ભાજપના મહામંત્રી શૈલેષભાઈ ઠુંમર દ્વારા મામલતદારને રજૂઆત બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા તાલુકા ભાજપ મહામંત્રીએ મહેસુલ મંત્રી, કલેકટર સહિતનાઓને રજૂઆત કરી છે. અત્રે નોંધનીય છે કે આ અધિકારી સામે ભૂતકાળમાં અનેક ફરિયાદો કરવામાં આવી છે પરંતુ ઉચ્ચ અધિકારી દ્વારા કોઈ કામગીરી કરવામાં આવતી નથી ત્યારે અરજદારોને હેરાન કરવામાં પાવરધા પુરવઠા મામલતદાર સામે કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે કેમ તે જાવાનું રહ્યું.