વડીયા તાલુકાના નાજાપુર ગામે અંદાજે ૨૮ લાખના ખર્ચે તૈયાર થયેલ સરકારી દવાખાનાનું લોકાર્પણ ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ તકે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરીયાએ જણાવ્યું હતું કે ગ્રામ્ય વિસ્તારોમાં લોકોને આરોગ્ય સેવાઓ પોતાના ગામમાં જ મળી રહે તેવા હેતુથી ગુજરાત સરકાર દ્વારા દરેક ગામમાં લોકોને નજીકમાં જ અને ઝડપથી આરોગ્ય સારવાર મળી રહે તેવા હેતુસર આરોગ્ય સેવાઓ શરૂ કરવામાં આવી છે. આ લોકાર્પણ કાર્યક્રમમાં નાજાપુર ગામના લોકો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે તાલુકા ભાજપ પ્રમુખ વિપુલભાઈ વસાણી, તાલુકા પંચાયતના પ્રમુખ પરસોત્તમભાઈ હિરપરા, તાલુકા ભાજપ મહામંત્રી શૈલેષભાઇ ઠુંમર, ગોપાલભાઈ અંટાળા, પી.વી.વસાણી, વસંતભાઈ સોરઠીયા, મનોજભાઈ હપાણી, તુષારભાઈ ગણાત્રા, કૌશિકભાઈ પાનસુરીયા, આરોગ્ય કેન્દ્રના ડોક્ટર, સ્ટાફ સહિતનાં ઉપસ્થિત રહ્યા હતા.









































