વડીયાના નવા ઉજળા ગામે કેટલાક ખેડૂતો દ્વારા ગૌચરમા જંતુનાશક દવાનો છંટકાવ કરાયો હોય આવો ચારો ખાતા ૨૦ ઘેટીને ગર્ભપાત થઇ ગયો હતો. જયારે એક ગાયનુ મોત નિપજતા માલધારીઓએ મામલતદારને આવેદન આપી રોષ વ્યકત કર્યો હતો. માલધારીઓએ જણાવ્યું હતું કે, આ ખેડૂતોએ સરકારી ખરાબા અને ગૌચરની જમીનમા જંતુનાશક દવાનો છંટકાવ કર્યો હતો. આ સ્થળે તેમના માલઢોર આજુબાજુમા જ હોય પશુઓને પણ મોટુ નુકશાન થયુ હતુ. એક ગાયનુ મોત થયુ હતુ. જયારે ૨૦ જેટલા ગાડરને પુરા મહિના થયા ન હોવા છતા બચ્ચાઓનો ગર્ભપાત થઇ ગયો હતો. આ બાબતે તેમણે તમામ સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગણી કરી છે.