વડીયાના ઢુંઢીયા પીપળીયા ગામે વાડીએ બાંધેલી ત્રણ ભેંસની ચોરી થતાં ચકચાર મચી ગઈ હતી. બનાવ અંગે કમલેશભાઈ નાનજીભાઈ પાઘડાળ (ઉ.વ.૪૦)એ અજાણ્યા ચોર ઇસમ સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, તેમની વાડીએ ફરજામાં બાંધેલી એક ગાભણી ભેંસ તથા એક ખડાઇ અને સાહેદ ભાવેશભાઈ ગોવિંદભાઈ રાદડીયાની વાડીએ ફરજામાં બાંધલી એક ભેંસ મળી કુલ ત્રણ ભેંસની અજાણ્યા ઇસમ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ત્રણેય ભેંસની કિંમત રૂ. ૨,૧૦,૦૦૦ જાહેર થઈ હતી. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ એસ.એલ. જાડેજા વધુ તપાસ કરી રહ્યા છે.