વડીયા ખજુરી ગામે મગફળી કાઢવાના થ્રેસરમાં હાથ આવી જતાં ખભાથી કપાઈ ગયો હતો. જેને લઈ યુવકને સારવાર અર્થે લઈ જવાયો હતો.બનાવ અંગે બાવાભાઈ રાઘવભાઈ લીંબાસીયા (ઉ.વ.૬૮)એ જાહેર કર્યા મુજબ, તેમની વાડીમાં મગફળીનું વાવેતર કર્યુ હતું અને થ્રેસરમાં નાંખીને કાઢતા હતા. મગફળી થ્રેસરમાં નાખીને કાઢતા હતા તે સમયે ભોગ બનનારનો ડાબો હાથ તેમાં ફસાઈ જતાં ખભાથી છુટો પડી ગયો હતો. હાલ તેમને સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી પી ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.