વડીયા, તા.૨૪
વડીયાના ઈશ્વરીયા ગામે વાડીએ રમતી એક બાળકીનું ટ્રેનના એન્જીન સાથે અથડાવાથી મોત થયું હતું. બનાવ અંગે મૂળ મધ્યપ્રદેશના ભાભરા તાલુકાના ટોકરીયા જીરણના અને હાલ ઈશ્વરીયા ગામે રહેતા નાનકભાઈ પુનાભાઈ મહીડા (ઉ.વ.૩૦)એ જાહેર કર્યા મુજબ, રાયના મહીડા (ઉ.વ.૨.૫ વર્ષ)વાડીના ખેતરમાં રમતી હતી ત્યારે રમતા રમતા રેલના પાટા પાસે આવી જતાં ટ્રેનનું એન્જીન નીકળતા તેની સાથે ભટકાઈ હતી. જેમાં માથાના ભાગે ગંભીર ઈજા થતા મોત થયું હતું. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.પી. ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.