વડીયાના અમરાપુર ગામ પાસે બાઈક ખાળીયામાં ખાબકતાં પરપ્રાંતીય શ્રમિકને ગંભીર ઈજા થઈ હતી. જેથી તેને સારવાર અર્થે લઈ જવાયો હતો. જ્યાં તેનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે મધ્યપ્રદેશના બડવાની જિલ્લાના પાટી તાલુકાના સાવરીયા પાનીના રહેવાસી અને હાલ જંગર ગામે વાડીએ રહેતા ટીપ્રિયાભાઈ પુનીયાભાઈ માનકર (ઉ.વ.૨૧)એ જાહેર કર્યા મુજબ તેમના કાકા બીયારામભાઈ રબડાભાઈ માનકર (ઉ.વ.૩૦) બાઈક લઈને અમરાપુર ગામ પાસેથી પસાર થતાં હતા ત્યારે મોટરસાયકલ પરનો કાબુ ગુમાવી દેતા રોડ પરથી ખાળીયામાં ખાબક્યા હતા. જેમાં શરીરે ગંભીર ઈજા થવાથી ૧૦૮ મારફતે હોસ્પિટલ ખસેડ્યા હતા. આ દરમિયાન તેમનું મૃત્યુ થયું હતું. વડીયા પોલીસ સ્ટેશનના એએસઆઈ બી.પી. ધાંધલા વધુ તપાસ કરી રહ્યા છે.







































