વડીયાના અમરાપુરા ગામે રહેતી એક પત્નીને તેના પતિએ નાની-નાની બાબતોમાં મેણાટોણા મારી શારીરિક, માનસિક દુઃખ ત્રાસ આપ્યો હતો. ઉપરાંત ઢીકાપાટુનો મુંઢમાર માર્યો હતો. બનાવ અંગે હાલ અમરેલી રહેતી કુસુમબેન સવજીભાઈ મકવાણા (ઉ.વ.૩૮)એ વડીયાના રામપુરા ગામે રહેતા પતિ સવજીભાઈ કાળુભાઈ મકવાણા સામે નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, પતિએ લગ્ન બાદ ઘરકામ તથા અન્ય બાબતોમાં અવારનવાર મેણાટોણા મારી શારીરિક, માનસિક દુઃખ ત્રાસ આપ્યો હતો. તેમજ ગાળો બોલીને ઢીકાપાટુનો મુંઢમાર મારી અપમાનિત કરી હતી. અમરેલી મહિલા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ કૃપાબેન રમેશભાઈ પટોળીયા વધુ તપાસ કરી રહ્યા છે.






































