વડીયા તાલુકાનાં તોરી(રામપુર) ગામે સમસ્ત ગ્રામજનોનાં પિતૃમોક્ષાર્થે ગામના પાદરમાં ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. જેમા વક્તા તરીકે જેન્તીબાપુ કથાનું રસપાન કરાવી રહ્યા છે. આયોજનને સફળ બનાવવા માટે યોગેશભાઈ પાનસુરીયા, બાલુભાઈ હિરપરા, ભરતભાઈ બોરડ, રવજીભાઈ વાસોલીયા, નાગજીભાઈ બોરડ, ભરતભાઈ કોટડીયા, રાજીભાઈ સાવલીયા અને ગામના યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. સપ્તાહનું આયોજન તા.૧ર/૪/રપથી ૧૮/૪/રપ સુધી કરવામાં આવ્યું છે.